Latest Entries »

પ્રેમ એટલે કે સાવ ખુલ્‍લી આંખોથી થતો મળવાનો વાયદો…..

એના ગાલોના ખાડામાં ડુબી જતાં મારા એંશી લાખ વહાણોનો કાફલો.

                 -ubknown(મિત્રો જો આપ આ પંક્તિના કવિને જાણતા હો અચુક જણાવજો)

                               જ્યારે-જ્યારે વાત પ્રેમ નામના શબ્‍દની આવે ત્‍યારે-ત્યારે માણસ અચાનક જ પોતાના હ્રદયના કોઇ એક અજ્ઞાત ખુણે અચાનક જ પહોંચી જતો હોય છે. અને ત્‍યારે એ ભલે કદાચ પોતાના અંગત મિત્રોની વચ્‍ચે હોય છતા પણ તે તેમનાથી થોડી ક્ષણો પૂરતો અટૂલો પડી જાય છે. બસ જાણે કે તે સંપૂર્ણપણે તે થોડી જ ક્ષણો પૂરતો તે તેના પાત્રમય બની જતો હોય છે.  

                     છતાં પણ એ માન્‍યતાનું ખંડન કર્યા વગર રહેવાતું નથી કે પ્રેમમાં હ્રદયની કોઇ ભૂમિકા પણ નથી. મિત્રો આપ વાચકોમાંથી પણ ઘણાને આ પ્રેમ નામના પંખીએ પજવ્‍યા હશે ત્‍યારે શું કોઇ હ્રદયમાં ભરતી ના આવી હોય એવું બને છે ખરૂં?? જ્યારે કોઇ પ્રિય પાત્રની આંખોમાં આંખ નાંખીએ અને સંપૂર્ણ હ્રદયને તેનામય બની જતું હોય અને લાગણીઓનું એક ઘોડાપૂર જે ઉછળે તેને માટે શબ્‍દો કદાચ ખુટી જતા હોય છે. બસ માત્ર તેનામય જ હોય છે  અહીં હું સેક્સિપ્રેમની વાત નથી કરતો. નિશ્વલ અને નિર્મય પ્રેમની વાત કરૂ છું. કે જ્યાં સમસ્‍ત ક્ષિતીજો પુર્ણ થઇ એક નવી દિશા ખુલે છે, જ્યાં હું પણાંનો નાશ થઇ આપણાની શરૂ-વાત થાય છે, જ્યાં સ્‍વાર્થની પૂર્ણાહૂતિ થઇ પરમાર્થનુ પ્રગટીકરણ થાય છે.

                     આજનો માણસ પૈસા ખર્ચવામાં પહેલા કરતાં ઘણો બધો ઉદાર બન્‍યો છે. પરંતુ કોઇને પ્રેમ આપવામાં ખુબ જ કંજુસ બની ગયો છે. શું એક પ્રશ્ન પુછુ? ક્યારેય તમે તમારા પ્રિયજનનો ટેલીપથીથી સંપર્ક કરવાની મજા માણી છે? અને જો ના હોય તો એક વખત માત્ર પ્રયોગતો કરી જો જો. ભલે કદાચ તમને એમાં વિશ્વાસ ના બેસે પણ એક વખત તમારો શ્વાસ તો અધ્‍ધર ચડી જ જશે.!!! અને હાં ભલે તમે આ ના માનો પણ મજા ખુબ આવશે. અને કલ્‍પનાઓના મહાસાગરમાં હિલ્‍લોળવાનો અવસર પણ મળશે.

    છેલ્‍લો રણકોઃ-             પ્રેમ કરવાનું શ્રેષ્ઠ તીર્થ માણસ  છે.

                                      તો લે  શરૂઆત કર હું પહેલો પડાવ છું, .  
                                                                                       (-unknown)
Advertisements

ધર્મગુરૂ……………… 

બેસ્‍ટ પ્રોફેશન ઇન ઇંડિયા. 

         પાશ્વાત્‍ય દેશોમાં છેલ્‍લા ઘણા સમયથી એક ફેશન ચાલી છે કે ભારત કે ચાઇનામાંથી કોઇને ધર્મગુરૂ બનાવવા. અને તેની પાસેથી જ્ઞાન મેળવવું. પરંતુ હું ઘણા સમયથી જોવ છું કે ભારતમાં પણ આ જ વાતનું આંધળુ અનુકરણ થઇ રહ્યું છે. આજે આપણા દેશમાં પણ મોટા ભાગના લોકો ધર્મગુરૂઓની પાછળ પડી ગયા છે. આજે ભારતના આ ધર્મગુરૂઓ અબજોના માલિકો છે. અને તે પણ ટેક્સ ફ્રી નાણું અને ઘણાંય એવા પણ ગુરૂઓ છે કે જેનું નાણું આપણી સ્‍વીચ(સ્‍વીસ) બેંકમાં પડ્યું હોય….! ! ! !

            આજે ભારતમાં ધર્મગુરૂ બનવું ખુબ જ સહેલું છે. બસ થોડાક સંસ્‍કૃત શ્લોકો આવડતા હોય અને યોગનાં થોડાક પાઠો શીખીને થોડાક ચમત્‍કારો એટલે કે જાદુનાં પાઠો શીખી લો એટલે ધર્મગુરૂ. બસ પછીતો……………………….

               મિત્રો મારો અહીં કોઇની ખરાબ ટીકા ટીપ્‍પણીઓ કરવાનો ઉદ્દેશ્‍ય નથી. પરંતુ જે આજના ભારતની અને કહેવાતા બાવાઓની થતી કહેવાતી સેવાઓ જોઇને મને આ લખવાનું મન થઇ આવે છે.  કારણકે આજની આ ફાસ્‍ટ લાઇફમાં આજનો દરેક માણસ કોઇને કોઇ સમસ્‍યાઓથી પીડાતો જ હોય છે. અને તે સમસ્‍યાઓના નિરાકરણ માટે એને કોઇને કોઇ ગોડફાધરની જરૂર પડે છે. અને ત્‍યારે આવા તકવાદીઓ એનો લાભ ઉઠાવે છે.

            મિત્રો હવે જાગવાનો સમય આવી ગયો છે. ભલે આપણા શાસ્‍ત્રોમાં એક સદ્ગુરુની આવશ્‍યક્તા હોય પરંતુ એ સદ્ગુરૂ કદાચ આપણું જ અર્ધજાગ્રત મન બની શકે તેમ છે. જો તેને યોગ્‍ય રીતે કેળવવામાં આવે તો. બાકી નહી તો આપણાં પૈસે આ બધા ગુરૂઓ તાગડધિન્‍ના તો કરે જ છે.

              અને હા કદાચ છતા પણ ગુરૂની જરુર પડે તો અવશ્ય ગુરૂ બનાવવા પરંતુ તેમાં પણ હવે બસ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તો આપ ચોક્કસ અધ્‍યાત્‍મના ક્ષેત્રમાં આગેકુચ કરી શકશો.

 

છેલ્‍લો રણકો આજના યુવા ભારતે સાધુઓ અને નેતાઓથી ચેતીને ચાલવા જેવુ છે. 

This slideshow requires JavaScript.


 

હેપ્‍પી બર્થ ડે કાળીયા…………………………..
હમણા હમણા આપણે સૌ એ જગદ્ગુરૂ ભગવાન શ્રી કૃષ્‍ણનો જન્‍મ દિવસ એટલે કે નંદ મહોત્‍સવ ઉજવ્‍યો. અને આ વખતે આ મહોત્‍સવ ખુબજ આનંદ અને ઉત્‍સાહથી પુરાયે ભારતવર્ષમા ઉજવાયો.  જેને આપણે ભારતીયો છેલ્‍લા પાંચ હજાર વર્ષોથી આ જ ઉલ્‍લાસ અને રંગથી ઉજવતા આવ્‍યા છીએ. અને એટલે જ તે એક મહોત્‍સવ છે. બાકી ઉત્‍સવતો વેલીડીટી વાળો છે. અને મહોત્‍સવની કોઇ વેલીડીટી જ નથી.
             જયારે આ કાળીયાનો જન્‍મ થયો હશે ત્‍યારે જે ગોકુળનો રંગ હશે તેની આજે આપણે કલ્‍પના કરીએ તો પણ આપણું હ્રદય આનંદથી ભરાઇ જાય છે. કારણકે આપણો આ ભગવાન રસીલો છે.  પરંતુ તે ભોગી નથી તે તો યોગી છે.  કારણ કે  તેણે જે ગીતોપદેશ દ્વારા જે વાતો કહી છે તેની નોંધ આજના યુગમાં ભારત કરતા અન્‍ય દેશોએ વધારે લીધી છે. ભારતમાં ગીતાતો પૂજવાનું સાધન માત્ર છે. ભારતમાં ગીતા અગરબત્‍તીનાં ધુપ ખાઇ ખાઇને આજે ગંધાઇ ગઇ હોયને તેવું લાગે છે. પરંતુ વિશ્વનાં અન્‍ય દેશો જેવા કે જર્મની, અમેરિકા વગરેએ ગીતાને ખુબજ મહત્‍વ આપ્‍યુ છે. અને અમેરિકાની તો સેટન હોલ યુનિવર્સિટીમાં તો દરેક વિદ્યાર્થીને ફરજીયાતપણે ગીતા ભણાવાય છે. કારણકે તે યુનિવર્સિટીના સંચાલકો માને છે કે વિદ્યાર્થીઓને જીવન કલાનાં પાઠો શિખવવા માટે ગીતાથી મોટો કોઇ ગ્રંથ હોઇ જ ના શકે. (તા. ૩૧/૮/૨૦૧૦ ‘વિચારોનાં વૃંદાવનમાં’
 ગુણવંત શાહ).
                   બાકી જયારે હું ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં અભ્‍યાસ કરતો ત્‍યારે અમે વિદ્યાર્થીઓ ગીતા એક વિષય તરીકે ભણવામાં આવતી. અને અમે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ગીતા ક્લબનાં નામે પ્રવૃતિ ચલાવતાં અને તેમાં વિદ્વાનોનાં વ્‍યાખ્‍યાનો અને ચર્ચાઓ જેવી પ્રવૃતિ થતી. તેમાં એક વખત મને મારા મિત્રએ પ્રશ્ન પુછેલો કે માની લો કે ભગવાનશ્રી કૃષ્‍ણ થયાજ નથી તો આપણે ગીતાને શા માટે પુજવી? અને કોને વંદન કરવા? ત્‍યારે મે એને કહેલું કે જો કૃષ્‍ણ થયાજ ન હોય તો પણ આપણે ગીતાને પૂજીએ કારણ કે ગીતા એટલે પૂજનીય નથી કે તે કૃષ્‍ણના મુખેથી ગવાઇ પરંતુ ગીતાતો એટલે પૂજનીય છે કે તેમાં જીવન જીવવાની કલા છે ! ! ! અને રહી વાત ગીતાનાં રચનાકારની તો ભલે કદાચ કૃષ્‍ણાવતારને તમે ન સ્‍વીકારો તો સાહેબ તે વ્‍યાસને નમન કરવા પડે કે કારણકે તેણે માત્ર ૭૦૦ શ્લોકોમાં જીવન જીવવાની કલા સમાવી દીધી. અને એટલે જ તો મેક્સમૂલર જેવા વિદ્વાનો પણ સંકટના સમયે ગીતાનું જ શરણ સ્‍વિકારે છે. ગીતા એ કંઇ માત્ર પૂજવાનો કે વાંચવાનો ગ્રંથ માત્ર નથી ગીતા તો જીવવાનો ગ્રંથ છે.
               સાહેબ !  કૃષ્‍ણતો લાગણીઓનો ભગવાનછે. જો કૃષ્‍ણ ,પાસે સાચી હ્રદયંગમ લાગણીઓથી જઇએ તો આ કાળીયો દરેકને પોતાના હ્રદયમાં સ્‍થાન આપે જ છે. કૃષ્‍ણ પાસે રૂપ કે બાહ્ય આડંબરથી નહી પરંતુ સાચો પ્રેમ લઇને જવું જોઇએ. રામને હંમેશા આદરથી જ બોલાવવા પડે કારણ કે તે મર્યાદા પુરૂષોત્તમ છે તેદે તમે ક્યારેય તુ કારો નથી કરી શકતા પણ પૂર્ણ પૂરૂષોત્તમ કૃષ્‍ણને જો તમે માનથી બોલાવો તો તેની પ્રત્‍યેનો ભાવ ઓસરાઇ જવાનો ભય રહે છે.
                હું જ્યારે બી.એડ્.માં હતો ત્‍યારે કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર એક બહેને એક પ્રશ્ન લખેલો કે કૃષ્‍ણએ મોરપીચ્‍છ શા માટે ધારણ કર્યુ? મેં ઘણી મથામણ પછી જવાબ આપેલો કે આ સમગ્ર સૃષ્‍ટિ ઉપર મોર જ એક એવું પ્રાણી છે કે જે તદ્દન વાસના રહીત છે દરેક પ્રાણીને સંતતિ માટે સહવાસની જરૂર પડે છે. પરંતુ મોર પોતાના પીંછાની કળા કરી નાચે છે અને ઢેલ તેનાથી આકર્ષિત થઇ નજીક આવે છે અને મોરની આંખમાંથી જે આંસુ પડે છે તેને તે પીવે છે અને તેનાથી તે ગર્ભ ધારણ કરે છે. ! ! ! આમ કૃષ્‍ણ મોરના બ્રહ્મચારીપણાથી આકર્ષિત થયા હોય એવું લાગે છે. નહી કે મોરપિચ્‍છની સુંદરતાથી.
 
છેલ્‍લો રણકોઃ
તે તો મુક્યુ અંકાશ ઘેલી ગોવાલણ
તે તો આંખ્‍યુમાં ઉજાસ ઘેલી ગોવાલણ
મોરી મટકી દહીં ભરેલી છલ્‍લક છલ્‍લક થાય
પાંપણ જેવી પાંપણ વચ્‍ચે દરિયા હિલ્‍લોળાય.
મારગ મળીયા માધવ ગોપી આકળવિકળ થાય. 

                              -માધવરામાનુજ

વાલિયામાંથી……………. વાલ્મિકી………………..

 

સૌજન્ય સભ્યતા અને સત્કાર્યને પ્રણામ

ભીતરની ભવ્યતા અને ઔદર્યને પ્રણામ.

                          -કરસનદાસ લુહાર

                             આ સમગ્ર સંસારમાં ઘણી જ પ્રકારના લોકો વસે છે. પણ આ હળાહળ કળિયુગમાં તમને આવીને કોઇ પુછીલે કે વાલીયામાંથી વાલ્મિકી કોઇ બની શકે ખરો ? તો ? જવાબ ……  વાલિયામાંથી વાલ્મિકી બન્યા તેને તો હજારો વર્ષો વીતી ગયા. પણ હાલના સમયમાં એવું બની શકે ખરુ ? તો જવાબ મેળવવા વાંચો……………..

                            શેત્રુંજય પર્વતની ગોદમાં આવેલું આદપર નામનું એક ગામ છે. અને ત્યાં ભરવાડ પરીવારમાં સુખી સમ્પન્ન ઘરમાં જન્મેલ વ્યક્તિ નામે ભીખાભાઇ સાટીયા. ઘણી જ જમીન અને સમ્પતી હોવાથી એક એને એક કુલક્ષણ પડેલું અને તે પણ જુગારનું!!! પરંતુ એ પણ જુગારી તો એવા જુગારી કે જાણે જીત એની દાસી !! અને ત્રણ પત્તાનાં ચારેય એક્કા તો જાણે એના ગુલામ! અને આ ભીખાભાઇ જ્યારે પણ રમવા બેસે ત્યારે કદાચ જો શકુની પણ જો તેની સામે બેસે તો એ પણ કદાચ હારી જાય. આટલી પાના રમવાની ફાવટ ! અને આમ જુગારમાંને જુગારમાં ઘણી બધી સમ્પતી મેળવી. પરંતુ એના પિતા ધાર્મિકવ્રુત્તિના અને તેમની ઇચ્છા કે એક શિવમન્દિરનુ નિર્માણ કરવું. અને તેઓ આ ઇચ્છા પુર્ણ થાય તે પહેલા જ દેવ થઇ ગયા. પરંતુ પિતાજીની આ અધુરી ઇચ્છા પુરી કરવાનુ ભીખાભાઇએ ધારી લીધું. અને પોતાની જ જમીનમાં તેમણે ભગવાન આષુતોષ ભીમેશ્વર મહાદેવનું મન્દિર બન્ધાવવાનું કામ શરૂ કર્યુ.  

                              અને મંદિરનું નિર્માણ શરૂ હતું ત્યારે એક ગોઝારી ઘટના બની અને તેણે આખાય ભાવનગર પંથક ને હચમચાવી નાંખ્યુ. ભાવનગર નજીકનાં શિહોર શહેરમાં એક પાગલ યુવતીને સમાજનાં જ રક્ષકોએ (પોલીસે) પીંખી નાંખી.!!!!! અને તે સગર્ભા થતાં તેણે આત્મવિલોપન કર્યુ.

                              આ આખીયે ઘટના ભીખાભાઇએ છાપામાં વાંચી અને વાંચતા જ તેઓનું મન અને હ્રદય બન્ને ખળભળી ગયા. અને તેઓએ વિચાર કર્યો કે આ ભગવાનને રહેવામાટે તો ઘણાય મંદિરો છે. અને તે પણ મહેલોને શરમાવે તેવા. પરંતુ આ લોકો કે જેઓ માનસિક રીતે અસ્થીર છે તેઓ માટે તો આ પંથકમાં ક્યાંય નાનુ સરખું આશ્રય સ્થાન પણ નથી. એટલે જ તેમને લાગ્યુ કે એક “મંદબુધ્ધીજન આશ્રમ” બનાવું કે જેથી સમાજ્થી તરછોડાયેલા લોકોને આશ્રય મળી રહે અને તેઓ અહીં શાંતિથી રહી શકે અને મને તેની સેવા કરવાનો લાભ મળે. તેમણે વિચાર્યુકે ભગવાનનું સાચુ મન્દિર મુર્તિવાળુ નહી પરંતુ દુખિયારાનુ આશ્રયસ્થાન  છે. આ વિચાર્ની સાથે જ તેઓએ મંદિરનું કાર્ય અધુરૂ છોડી અને મન્દબુધ્ધીજન આશ્રમનુ નિર્માણ શરૂ કરી દિધુ. અને થોડા જ સમયમાં બાંધકામ પુરૂ પણ થઇ ગયું.

                                શરૂઆતમાંતો સો એક પાગલો રહી શકે તેવી વ્યવસ્થા કરી. અને જ્યારે આ આશ્રમની શરૂઆત કરી ત્યારે તેનો સમ્પુર્ણ ખર્ચ ભીખાભાઇ પોતે ઉપાડતા અને સાથે-સાથે જે કોઇ પોતાનુ વાહન લઇને પાગલને મુકવા આવતા તેમને ભાડા પેઠે પોતાના ખીસ્સામાંથી ૧૦૦ રૂપિયા આપતા. આજે ત્યાં પાગલોમાં ૫૦ પુરૂષો ૬૦ સ્ત્રી અને ૫ બાળકો રહે છે. અને છેલ્લા ૫-૬ વર્ષમાં લગભગ ૪૦ થી ૪૫ પાગલો સાજા થઇ પાછા ઘેરે પરત ફર્યા છે. અને તે પણ પોતાનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. અહીં પાગલોની સેવા પણ ભીખાભાઇ પોતે અને તેમના ધર્મપત્ની શારદાબેન કરે છે. તે પણ સગ્ગા દિકરા કે દિકરીની જેમ જ. તેઓની દિનચર્યા સવારે સૌને ઉઠાડી  જાજરૂ અને સ્નાન કરાવી પછી જૈન નાસ્તો આપવામાં આવે છે‚ ત્યાર પછી સૌને થોડુ કમ કરવાનુ હોય છે. જેમ કે અનાજ દળવું‚ સાફ કરવું‚ કપડા ધોવા‚ આશ્રમની સફાઇ કરવી‚ રસોઇ બનાવવી વગેરે જેવા કામ પાગલો કરે છે (અમે રૂબરૂ જોયેલ છે.) ત્યાર બાદ બપોરનુ ભોજન કરાવવામાં આવે છે‚ ભોજન બાદ સૌને ૪ વાગ્યા સુધી આરામ કરવાનો. ૪ વાગ્યે સૌને જગાડી ફરી વખત ટૉઇલેટ માટે લઇ જવાના.  ત્યાંથી આવ્યા બાદ ફરી વખત આખાય આશ્રમની સફાઇ કરવાની. અને તમે આખાય આશ્રમની સ્વચ્છતા જુઓ તો કદાચ તે તમને ઘર કરતાં પણ સ્વચ્છ લાગે. ત્યારબાદ સાંજના ૬ કલાકે સૌને વાળુ કરાવવાનું(જૈન ધર્મનાં નિયમ મુજબ). ભોજનબાદ સૌને સુઇ જવાનું.  અને સાથે – સાથે ભાવનગરનાં શ્રી જનાર્દનદાદા પોતાના ખર્ચે ડોક્ટરોની સુવીધા પુરી પાડે છે.અને અમદાવાદથી પણ એક દાદા અહીં ડોક્ટરોની સુવીધા આપે છે. અને ઝ્વેરચંદ મેઘાણીનાં પુત્ર અને પુત્રવધુ પણ અમેરીકાથી ખાસ અહીં આવી આર્થિક અને દૈહિક સેવા આપે છે.

                           પરંતુ મીત્રો વિચારો કે આજના સમયમાં આ સત્યકથા એક દંતકથા જેવી લાગે. કારણ કે આ સમયમાં સગ્ગા દિકરાથી પોતાના માં-બાપની જીવનભર ચાકરી નથી થઇ શકતી કે પોતાના સ્વજનને કોઇ સાચવી નથી શકતુ ત્યારે આ માણસ પોતની પત્ની અને મિત્ર રમેશભાઇ વડીયાની સાથે આ પાગલોની અહર્નિશ સેવા કરી રહ્યો છે.  અને આ ઓછુ ભણેલો માણસ કહે છે કે “પ્રેમમાં એવી તે તાકાત છે કે જે પાગલોને પણ સારા કરી દે છે.” જે અને પોતના પ્રેમ‚ હુંફ અને લાગણીથી દિવસ-રાત આ પાગલોની સેવામાં રત છે.

                       ભીખાભાઇ સાટીયા અને તેના પરીવારને અમારા પ્રણામ.

છેલ્લો રણકો-      હ્રદયમાં જે માનવનો ગમ સચવે છે‚

                    અસલમાં એ સાચો ધરમ સાચવે છે.

                                 આશ્રમનું સરનામુ-

     ભીમેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત                         ટ્રસ્ટ રજી.નં. ૨૫૦૮/ભાવનગર્

          મન્દબુધ્ધીજન આશ્રમ

       મું.  આદપર તા- પાલીતાણા જી- ભાવનગર.

મો. ૯૪૨૬૪૬૮૩૮૬

    ૯૩૭૬૧૧૪૫૮૮(ભીખાભાઇ સાટીયા)

મો. ૯૪૨૬૯૨૩૨૦૭ (રમેશભાઇ વડીયા)

મો. ૦૯૮૨૧૦૪૩૩૩૪ (ભુપતકાકા મુંબઇ)

 

(આ આશ્રમની મુલાકાતે હુ તરૂણભાઇ મહેતા અને જયેશભાઇ અધ્યારૂ ગયેલા. આ આશ્રમના વિશે જયેશભાઇની કસયેલી કલમે લેખ વાંચવા માટે ક્લિક કરો : www.aksharnaad.com )

 કવિ બનવુ સહેલુ નથી.  -તરુણ મહેતા

દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે.

આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની છે અને વધારામાં કોઈની સામે બોલવા જેવું રહ્યું ન હોય તેથી બધાનું સહન કરી લેવાનું તેમ તે માને છે. ક્યાંક જાત સાથે સંવાદ કરી સમાજનો વિવાદ વહોરી લે છે. આમ કોઈને કોઈ રીતે કેન્દ્રમાં રહેવું તે કવિના પ્રસાર પ્રચાર માટે અનિવાર્ય ઘટના છે.

આમ તો કવિના મૌનનો મહીમા ગવાયો છે, કારણકે કવિને સમયભાન ન રહેતું હોવાથી સમાધિ માંથી ઋષિને બહાર નીકળતા જેટલી વાર લાગે તેટલી વાર એક કવિને કવિતાના વાતાવરણમાંથી બહાર નીકળતા લાગે છે. કારણકે કવિતા સિવાય તેની પાસે યાદ રાખવા જેવું બીજુ શું હોય? કરીયાણા વાળો કે વેપારી કવિ મહાશયને યાદ રાખે છે અને પનારો પડ્યો છે તેથી પત્ની ભૂલી ન શકે પણ અરધી બીડેલી આંખોના પોપચાં માંથી નવા નવા દ્રશ્યો જોઈ રાત્રે ઉજાગરો કરવાની ટેવ કવિ માટે પ્રિલીમીનરી પરીક્ષા જેવી છે. આટલું કર્યા પછી પણ દયા દેખાડવી, સમાજના માણસો ને ઉદારતાથી માફ કરી દેવા, પોતાનું ન સાંભળનાર ને તુચ્છ કે અસમર્થ ગણી તેના તરફ ઉદારચરિતનો પરિચય કરાવવો, સમારંભો કે મેળાવડામાં ડીસ્કાઉન્ટ વાળી ખાદી માંથી બનાવેલ બે જોડી કફની-લેંઘા ને ઈસ્ત્રિ કરાવવી, પોતે જે કવિતા બોલે તેના ઓડીયન્સનું ધ્યાન રાખવું, કાંઈ ન મળે તો ઓડીયન્સને જ કમાણી ગણવી, કોઈ તેની કવિતાને કેટલી દાદ આપે છે તે યાદ રાખી વ્યાજ સાથે પરત કરવી, દાદ મેળવવાની લાયકાત કેળવવી આ બધું કરવામાં કવિ ને એક સફળ બિઝનસમેન જેટલી જ કાળજી રાખવી પડે છે એટલે તો દિવસ રાત જોયા વગર તે શબ્દોનો સરવાળો, બુરાઈની બાદબાકી, ને ગમ નો ગુણાકાર કર્યા કરે છે.

પૈસા કે પુરસ્કારની પરવા વગર માણસોને પોતાના ઘરે બોલાવી, ચા નાસ્તો કરાવીને કવિતા સંભળાવનાર ઉદાર ચરિત કવિ થવાનું ભાગ્યમાં લખાયું હોય તેનાથી મોટી ઉપલબ્ધી બીજી શી હોઈ શકે? હમણાં જ મારા યુવાન મિત્રએ લગ્નના પાંચ વર્ષ સુખદ પસાર કર્યા છે તેથી મેં પ્રથમ તેની પત્નીને અભિનંદન આપેલા, જાણો છો શું કામ? અલબત્ત, કવિ જેવા કવિને પાંચ વર્ષ સુધી સુખદ રીતે નિભાવી લેવા માટે જ તો !

– તરુણભાઈ મહેતા

વેકેશન……..
ગામડામાં પહેલા વેકેશનની એક મજા હતી. અમે નાના હતા ત્યારે વેકેશનમાં મામાના ઘેર કે પછી કોઈ સગા વહાલના ઘેર જતા હતા. અને ગામડામાં બાળપણની પણ એક મજા છે. ઉનાળો હોય છતાં પણ કળા તડકા માં મન ફાવે ત્યાં રખડવાનું આંબા વાડીમાંથી કેરીઓ ચોરીને ખાવી ના કોઈ બંધન ના કોઈ રોક-ટોક બસ આનંદ જ આનંદ……………..
પણ આજે બાળકને શિક્ષણની કેદમાં પૂરીને હોમવર્કના તાળા મારી દેવામાં આવ્યા છે. આજનું બાળક પુસ્તકોના ભાર થી દબાઈ ગયું છે વેકેશન પડે તો તેમાં પણ વેકેશન ક્લાસ. કેવા ડાન્સ ક્લાસ, મ્યુઝીક ક્લાસ વગેરે વગેરે ઘણા ક્લાસ. બાળક બે દિવસ તડકામાં રાખડી પણ નથી શકાતું. અને જી કદાચ તડકામાં નીકળી પણ જાય તો મમ્મી…..?
આજે આપણે બાળકને પાસેથી એની પોતાની મસ્તી છીનવી લીધી છે. બાળપણ છીનવી લીધું છે. આપના દેશની કોઈપણ મહાન હસ્તીને જોઈ લો ધીરુભાઈ અંબાણીથી માંડી ડો.અબ્દુલ કલામ સુધી દરેક આ માટીમાં રમીને જ આ ઉંચાઈ સુધી પહોંચી શક્ય છે. તો આજે આપણને આ માટી જ સુગ શા માટે ચડે છે….?
હું બી.એડ.માં હતો ત્યારે ભાવ.યુની. ના વિદાય સમારંભમાં તત્કાલીન કુલપતિ શ્રી ત્રિવેદી સાહેબે એક વાર્તા કહેલી તે કૈક આ પ્રમાણે હતી……..
બોટનીના એક પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને કોશેટામાંથી પતંગિયું શી રીતે બને તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવાનું નક્કી કર્યું. અને થોડા દિવસો પછી તે પ્રોફેસર એક કોશેટો લાવ્યા અને તેમાંથી જેવું પતંગિયું નીકળવાની તૈયારી થઇ કે એમણે પોતાના વિદ્યાર્થીઓને બતાવવાનું શરુ કર્યું. કોશેટામાંથી તે પતંગિયાની ઇયલ ઘણો ધીમે-ધીમે સંઘર્ષ કરીને, તકલીફ વેઠીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી કરતી હતી અને તે જોઇને બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને તેની દયા આવી અને તેણે વિચાર્યું કે આ પતંગિયાને બહાર નીકળવામાં ખુબ તકલીફ પડે છે. તો  લાવને હું તેમની મદદ કરું. તેણે ઉભા થઇ કોશેટો તોડી નાખ્યો….!!!!!!
અને…..!!!!!! અને …… પતંગિયું મારી ગયું….!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
આજે આપણે પણ આપણા પતંગિયાના કોશેટા તોડી રહ્યા છીએ અને તેમે મારે છે તેનું બાળપણ, અને સર્જનાત્મકતા…!!!
આપણે આર્યો આમતો ભગવાન સૂર્ય ના ઉપાસકો છીએ. વેદોમાં ૨૪ શક્તિના આહવાનના મંત્ર ગાયત્રી મંત્રના ઉપાસકો છીએ છતાં પણ આપણે આપણા બાળકને સૂર્યના તાપ થી બચતા શીખવીએ છીએ નહિ કે એને સહન કરતા..!!

છેલ્લો રણકો
તમે વેસ્ટર્ન કલ્ચરને ફોલોવ કરો તેનો મને વાંધો નથી પણ એટલી ચોકસ યાદ રાખજો કે સૂર્ય પણ વેસ્ટમાં જઈને જ દુબે છે…!!!


અભિમાની સમંદર,જ્યારે લાંઘે છે કાંઠો..!!
તડપતી   જિંદગી    જોઈ, કાંપે   કિનારો..!!”

અર્થાતઃ- અતિક્રમણ અને વિસ્તારવાદના, અભિમાની સ્વભાવથી ગ્રસિત, સમૂદ્ર,
જ્યારે-જ્યારે કાંઠાને ઓળંગીને કિનારા પર, અતિક્રમણનો પ્રયાસ કરે છે,
ત્યારે સમૂદ્રના ઊદરમાં ઉછરેલા, અબોલ જીવ, કિનારે તરફડવા લાગે છે.

અત્યાર સુધી સાક્ષીભાવે સમૂદ્રના સૌંદર્યને માણતો, કિનારો આ જોઈને મનોમન
કાંપે છે. એટલુંજ નહીં, પરંતુ, સમૂદ્રએ પોતાનાં મોજાં સાથે ત્યજેલાં,
ફીણની સાથે, કાંપતા કિનારાની વ્યથાથી ઉત્પન્ન થયેલાં ફીણ, અત્યંત દુઃખ
સાથે ભળી જાય છે.
sabhar MAKARAND DAVE.

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!