પ્રેમ એટલે કે સાવ ખુલ્‍લી આંખોથી થતો મળવાનો વાયદો…..

એના ગાલોના ખાડામાં ડુબી જતાં મારા એંશી લાખ વહાણોનો કાફલો.

                 -ubknown(મિત્રો જો આપ આ પંક્તિના કવિને જાણતા હો અચુક જણાવજો)

                               જ્યારે-જ્યારે વાત પ્રેમ નામના શબ્‍દની આવે ત્‍યારે-ત્યારે માણસ અચાનક જ પોતાના હ્રદયના કોઇ એક અજ્ઞાત ખુણે અચાનક જ પહોંચી જતો હોય છે. અને ત્‍યારે એ ભલે કદાચ પોતાના અંગત મિત્રોની વચ્‍ચે હોય છતા પણ તે તેમનાથી થોડી ક્ષણો પૂરતો અટૂલો પડી જાય છે. બસ જાણે કે તે સંપૂર્ણપણે તે થોડી જ ક્ષણો પૂરતો તે તેના પાત્રમય બની જતો હોય છે.  

                     છતાં પણ એ માન્‍યતાનું ખંડન કર્યા વગર રહેવાતું નથી કે પ્રેમમાં હ્રદયની કોઇ ભૂમિકા પણ નથી. મિત્રો આપ વાચકોમાંથી પણ ઘણાને આ પ્રેમ નામના પંખીએ પજવ્‍યા હશે ત્‍યારે શું કોઇ હ્રદયમાં ભરતી ના આવી હોય એવું બને છે ખરૂં?? જ્યારે કોઇ પ્રિય પાત્રની આંખોમાં આંખ નાંખીએ અને સંપૂર્ણ હ્રદયને તેનામય બની જતું હોય અને લાગણીઓનું એક ઘોડાપૂર જે ઉછળે તેને માટે શબ્‍દો કદાચ ખુટી જતા હોય છે. બસ માત્ર તેનામય જ હોય છે  અહીં હું સેક્સિપ્રેમની વાત નથી કરતો. નિશ્વલ અને નિર્મય પ્રેમની વાત કરૂ છું. કે જ્યાં સમસ્‍ત ક્ષિતીજો પુર્ણ થઇ એક નવી દિશા ખુલે છે, જ્યાં હું પણાંનો નાશ થઇ આપણાની શરૂ-વાત થાય છે, જ્યાં સ્‍વાર્થની પૂર્ણાહૂતિ થઇ પરમાર્થનુ પ્રગટીકરણ થાય છે.

                     આજનો માણસ પૈસા ખર્ચવામાં પહેલા કરતાં ઘણો બધો ઉદાર બન્‍યો છે. પરંતુ કોઇને પ્રેમ આપવામાં ખુબ જ કંજુસ બની ગયો છે. શું એક પ્રશ્ન પુછુ? ક્યારેય તમે તમારા પ્રિયજનનો ટેલીપથીથી સંપર્ક કરવાની મજા માણી છે? અને જો ના હોય તો એક વખત માત્ર પ્રયોગતો કરી જો જો. ભલે કદાચ તમને એમાં વિશ્વાસ ના બેસે પણ એક વખત તમારો શ્વાસ તો અધ્‍ધર ચડી જ જશે.!!! અને હાં ભલે તમે આ ના માનો પણ મજા ખુબ આવશે. અને કલ્‍પનાઓના મહાસાગરમાં હિલ્‍લોળવાનો અવસર પણ મળશે.

    છેલ્‍લો રણકોઃ-             પ્રેમ કરવાનું શ્રેષ્ઠ તીર્થ માણસ  છે.

                                      તો લે  શરૂઆત કર હું પહેલો પડાવ છું, .  
                                                                                       (-unknown)
Advertisements